ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ઈન્ડીક IME નો ઉપયોગ
March 26, 2007
| માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૩ સ્યુટમાં ઈન્ડીક ભાષાઓમાં ટાઈપ કરવાને ટેકો અપાયેલો હોવાથી, જે ભારતીય ભાષાઓને ટેકો અપાયો છે, તેમાંથી કોઈ પણ ભાષા દ્વારા યુઝર ટાઈપ કરી શકે છે. અત્યારે માઈક્રોસોફ્ટ ૨૦૦૩ દ્વારા જેનો ઉપયોગ શક્ય છે, તે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ અને બંગાળી. કોઈ પણ ભારતીય લિપિની મુખ્ય ખાસિયત હોય છે તેનાં જટિલ અક્ષરો અને ચિહ્નો, અને તેને ઈન્ડીક IME વડે, એટલે કે ઈન્પુટ મેથડ એડીટર વડે ટાઈપ કરવાની પધ્ધતિ એકસરખી હોય છે.
|
| ઈન્પુટ મેથડ એડીટર (જેને ઈન્પુટ મેથડ એન્વાયર્મેન્ટ પણ કહેવાય છે), એ એક એવો પ્રોગ્રામ છે, અથવા તો એક ઓપરેટીન્ગ સિસ્ટમ કોમ્પોનન્ટ છે, કે જેના દ્વારા કમ્પ્યુટર યુઝર્સ સામાન્ય પાશ્ચાત્ય કીબોર્ડ વાપરીને જ આ જટિલ અક્ષરો અને ચિહ્નો ટાઈપ કરી શકે છે. (જાપાનીઝ, ચાઈનીઝ, તિબેટીઅન અને કોરીઅન અક્ષરો પણ ઈન્ડીક અક્ષરો જેવાં જ જટિલ છે.) |
| જો યુઝરને હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ કે બંગાળી જેવી ભારતીય ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે માટે IME, એ માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ્સના ક્ષેત્રના કાર્યોમાંનું એક મહત્વનું કોમ્પોનન્ટ છે. માઈક્રોસોફ્ટ ઓફિસમાં કામ કરનારા કોઈ પણ યુઝરને આમાંની કોઈ પણ ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે તેમને ક્યાં તો માઈક્રોસોફ્ટ ઓફિસની CD ઉપર મળશે અથવા તો માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા પોર્ટલના એન્ડ-યુઝર્સ (End users) વિભાગમાંની ડાઉનલોડ લીન્ક દ્વારા મળશે. |
અન્ય ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી હજી તરુણ હોવાં છતાં, તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. દુનિયામાં જુદી જુદી જગ્યાએ થઈને, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતી-ભાષીઓની સંખ્યા ૫ કરોડથી પણ વધારે છે. કમ્પ્યુટર પર વિન્ડોઝ XP પ્લેટફોર્મ ઉપર, ગુજરાતીમાં ઓફિસ-બેઝ્ડ કાર્યો ચાલુ કરવા માટે, નીચે જણાવેલી સરળ રીત અનુસરો :
|
| ગુજરાતીનું ઈન્ડીક IME 1, પાંચ જાતના કીબોર્ડ સાથે આવે છે. |
| 1. ગુજરાતી ટ્રાન્સલીટરેશન: ફોનેટીક એટલે કે ધ્વન્યાત્મક રીતે ટાઈપ કરવાથી, યુઝર તેનું લખાણ સામાન્ય અંગ્રેજી કીબોર્ડ વાપરીને રોમન લિપિમાં ટાઈપ કરી શકે છે, અને તરત જ તેનું ટ્રાન્સલીટરેશન દ્વારા ગુજરાતી લિપિમાં રૂપાંતર થઈ જાય છે. આનો સંબંધ ધ્વન્યાત્મક પધ્ધતિનાં તર્ક સાથે હોય છે અને શબ્દ જે રીતે બોલાતો હોય, તે રીતે ટાઈપ કરવાથી આ બહુ અસરકારક રહે છે. |
| 2. ગુજરાતી ટાઈપરાઈટર: ટાઈપીંગ માટે વપરાતું આ એક બીજું કીબોર્ડ છે. ગુજરાતી ટાઈપરાઈટર કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 3. ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે, જ્યાં યુઝર મૂળ અક્ષરોને એક શ્રેણીમાં ટાઈપ કરે છે અને એક ખાસ તર્ક દ્વારા નક્કી થાય છે કે તેમાંનાં કયાં અક્ષરોને જોડવાં અને ગોઠવવાં, કે જેથી glyph ની રચના થાય. |
| 4. ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 5. ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 6. ગુજરાતી સ્પેશીયલ કેરેક્ટર: આ કીબોર્ડમાં ગુજરાતીમાં વપરાતા ખાસ સ્પેશીયલ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. |
| ગુજરાતી IME દ્વારા મળતા આ જુદા જુદા ફીચર્સને લીધે, યુઝર માઈક્રોસોફ્ટ ઓફિસના ઉપયોગથી ડૉક્યુમેન્ટ્સમાં એટલે કે દસ્તાવેજમાં, ગુજરાતીમાં ટાઈપની કોઈ પણ રીત વાપરીને બહુ સરળતાથી ટાઈપ કરી શકે છે. |
ગુજરાતી IME માં ટાઈપ કરવાના કેટલાક મુદ્દા છે. ઈન્ડીક લિપિની જટિલતા અને તે તરફ ચાલુ રહેલો વિકાસ, તે બંન્ને જોતાં કેટલીક સાવચેતી જરૂરી છે અને IME નો ઉપયોગ કરવા માટે કેટલાક મુદ્દા યાદ રાખવા જરૂરી છે.
|





March 26, 2007 at 9:53 am
ચાલો સરસ…..
એ ના હોય તો બરાહા વાપરો….
March 26, 2007 at 10:30 am
Good to see this , its really nice.