ધનલાભ થશે. તમારી સમજશક્તિ અને ઉત્સાહથી કાર્ય કરવાથી અધિકારી વર્ગની પ્રશંસા પ્રાપ્ત કરશો. સાહિત્ય પ્રત્યે રૂચિમાં વધારો થાય. વાણી પ્રભાવશાળી રહેશે. પરીવારમાં સુખ શાંતિ રહેશે.
વૃષભ
વ્યાપારમાં મહત્વના સોદાઓ તમારા પક્ષે રહેશે. લોકપ્રિયતામાં વધારો થશે. મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. કાયદાકિય વિવાદોમાં
લાપરવાહી વર્તવી નુક્શાનદાયક સાબિત થઈ શકે છે.
મિથુન
વિચારો સકારાત્મક અને આશાજનક રાખવા. પારીવારીક જવાબદારીઓમાં વધારો થાય. વ્યસ્તતા પણ વધશે. વ્યાપારમાં પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.
કર્ક
વધુ પ્રયત્નો કરવા છતાંય સફળતાનું પ્રમાણ ઓછું જ રહેશે. સમસ્યાઓનું સમાધાન નહીં મળવાથી મનોબળમાં ઘટાડો થાય. વ્યાપાર મધ્યમ રહેશે. સામાજીક ટીકાઓનો સામનો કરવો પડે.
સિંહ
ઉત્સાહમાં વધારો થશે. જેના લીધે કાર્યોને ગતિ મળશે. નવી યોજનાઓમાં લાભ થશે. વિવાદોથી બને ત્યાં સુધી દૂર રહેવું હિતાવહ છે. પરીવારમાં
ધાર્મિક અને માંગલિક કાર્યોની શક્યતા.
કન્યા
અન્યો પર વિશ્વાસ કરવાથી તમારા કાર્યોમાં નુક્શાન થઈ શકે છે. કાર્યોમાં વિલંબના યોગ જણાય છે. તકનો ઝડપથી લાભ લેવાનો પ્રયત્ન કરવો. વ્યાપાર વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
તુલા
કાર્યોમાં નવીનતાના યોગ જણાય છે. પારીવારીક મુશ્કેલીઓનો તમારા પ્રયત્નો દ્રારા અંત આણી શકશો. વિદ્યાર્થીઓને કોઈ મહત્વની સફળતા પ્રાપ્ત થાય. અન્યોની નકલથી બચવું.
વૃશ્ચિક
તમારા સામર્થ્યથી વધુ કોઈની મદદ કરવી નહીં. અટવાયેલા નાણા પરત મેળવવાનો પ્રયત્ન કરવો. કાર્યક્ષેત્રમાં નવા કરારો થવાની શક્યતા. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા.
ધનુ
પરીશ્રમનું પરિણામ મળતું જણાશે. નવી યોજનાઓ સાથે જોડાવવાની તક પ્રાપ્ત થશે. આર્થિક ચિંતાઓ સરળતાથી દૂર થઈ શકશે. વ્યવસાયમાં કાર્યક્ષેત્ર વિસ્તરે એવી શક્યતા. યાત્રા કષ્ટદાયક રહેશે.
મકર
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને લીધે સમય આનંદપૂર્વક પસાર થશે. જાણીતા લોકો સાથે પરિચય થાય. તેના લીધે લાભની તકો પ્રાપ્ત થાય. અટવાયેલા નાણા પરત મળે એવી શક્યતા.
કુંભ
ખોટા ભ્રમમાં અટવાઈને વિવેક ચુકશો તો સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સંતાન સંબંધી કાર્યો થઈ શકશે. વ્યાપારમાં નવા કરારોની શક્યતા. પત્નીની મદદ પ્રાપ્ત થાય.
મીન
પ્રતિસ્પર્ધાત્મક રીતે કાર્ય કરવાની પ્રવૃત્તિ તમને ફળતી જણાશે. વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ તમારા પ્રયત્નોથી દૂર થઈ શકશે. આવકથી વધુ ખર્ચ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
Leave a Reply