૨-૩ દિવસ પહેલા મારા એક મિત્ર, અમિત મિસ્ત્રી (ઉર્ફે ચણિયો) નો ઈ-મેઈલ આવ્યો,વાંચી ને ઘણો આનંદ થયો અને લાગ્યુ કે આને ગ્લોગ પર મુકવુ જોઈએ.

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

- રઇશ મણીયાર

7 Responses to ““હજુયે યાદ છે””

  1. divyeshkd Says:

    ખુબ સરસ કવિતા છે……ચણિયા ને મારા તરફ થી ઇનામ આપજે………….બોલો જય જય ચણિયા બાબા……………જય જય ચણિયા બાબા

  2. vijayshah Says:

    આ રઇશ મણીયારની પ્રસિધ્ધ હઝલ છે

  3. pravina Avinash kadakia Says:

    ‘મારા તો સ્પેર વ્હીલ હતા
    તમારા રમતા હતા
    હજી યાદ છે.’

  4. Shailesh Barvaliya Says:

    મોટો ભાઇ પ્રેમમા ઘણી વખત ઘવાયેલો છે એટલે…..

  5. Shahnavaz Kazi Says:

    Seems Amit is very romantic person. Ain’t he?

  6. birendm Says:

    very funny and nice poem……

  7. પ્રતીક : Pratik Says:

    Thanks for the Response Birenbhai.

Leave a Reply