30
Mar
07

“શરૂઆત કરી જો…”

કાલે મારા એક મિત્ર, મેહુલ મેહ્તા (ઉર્ફો મંગો) નો IM આવ્યો,વાંચી ને હું ઘણો આષ્ચર્યચકીત થઈ ગયો…

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

-વિવેક મનહર ટેલર 


9 Responses to ““શરૂઆત કરી જો…””


  1. 1 કુણાલ March 30, 2007 at 12:17 pm

    કેમ લા?? એમાં આશ્ચર્ય શાનું??? મંગાભાઈ થી મોટો કોણ ફીલોસોફર છે??/

  2. 2 ઊર્મિસાગર March 30, 2007 at 6:00 pm

    પ્રતિક, આ ગઝલ ડૉ.વિવેક ટેલરની છે… અહીં વાંચો…
    http://vmtailor.com/archives/125

    મોટે ભાગે ગુગલમાં ગઝલની એકાદ પંક્તિ કે થાડા શબ્દોનું સર્ચ કરવાથી એનાં વિશે વધુ માહિતી મળી રહે છે… મને છેલ્લી પંક્તિ વાંચીને તરત જ યાદ આવી ગયું કે આ કોની ગઝલ છે પણ છતાં પહેલી પંક્તિને ગુગલમાં સર્ચ કરી તો ડૉ.વિવેકની સાઇટ સૌથી પહેલાં જ લિસ્ટમાં હતી… તારી જાણ ખાતર!

  3. 3 archana April 2, 2007 at 9:52 am

    chalo saruaat amarathi thay tevu chaho cho tame
    pan man na mane la che ame kyarna tamane
    khabar pan na pdi ke kyare thai gaya angat
    ke vayara pan have amne satava lagya che

  4. 4 Jayshree April 2, 2007 at 10:42 am

    સ્પર્ષ આવે કે સ્પર્શ ??

  5. 5 પ્રતીક નાયક April 2, 2007 at 10:52 am

    કેમ છો જયશ્રી બેન. આપનો ધન્યવાદ. actually મારી પાસે જે dictonary છે એમા, સ્પર્શ નિ જગ્યા એ સ્પર્ષ લખેલુ છે, પણ તમારા કેવાથી મેં ફરીથી GujaratiLexicon.com પર જઈને તપાસ કરી, તમે બરાબર છો.

  6. 6 Neela Kadakia April 2, 2007 at 12:29 pm

    તમારા દોસ્તોના નામ સરસ છે ને ભાઈ
    એક મંગો અને બીજો ચણિયો
    તો તમને શું કહીને બોલાવે છે?

  7. 7 Neela Kadakia April 2, 2007 at 12:30 pm

    હવે શરુઆત થઈ છે તો અટકશો મા.

  8. 8 કુણાલ April 2, 2007 at 5:00 pm

    આંટી , એનુ નામ કહું …………….. “પીંચો”

    now i dont knw whts he gonna do to me after revealing his pet name to u…. :D

  9. 9 naraj April 4, 2007 at 2:05 pm

    આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
    સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.
    પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
    ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

    sundar gazal


|| નોંધ ||

This Gujarati Blog is "Best" viewable in Internet Explorer 6+.

Visit blogadda.com to discover Indian blogs

|| મદદ ||

|| મારા બ્લોગની કિંમત ||

|| Force India F1 Team ||

Force India F1

|| IndiBlogger ||

|| પગલા ની છાપ ||

  • 4,118 મુલાકાતીઓ મારા વિચારો ને સ્પર્શ કર્યા.

|| નોંધણીપત્રક ||

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031