દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે……………….
–ભાવેશ ‘મક્કુ’





સરસ… દેર આયે દુરુસ્ત આયે…
બહુ જ સરસ રચના. બોગ જગતમાં સ્વાગત.
I liked this one most.
“I feel the same happiness while doing ‘After-Shave’ after the shaving.”
વાહ !
ખૂબ સુંદર બ્લોગ બનાવ્યો છે દોસ્ત!!