દસ
May 17, 2007
[0૧] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.
[0૨] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
[0૩] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
[0૪] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
[0૫] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
[0૬] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.
[0૭] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !
[0૮] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
[0૯] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
[૧૦] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો





May 17, 2007 at 6:01 pm
ખુબ જ સુંદર દોસ્ત….
May 18, 2007 at 6:01 am
મને તો સૌથી વધારે [૦૯] ગમ્યું, અને તને…?
May 18, 2007 at 6:02 am
૯ અને ૧૦
May 18, 2007 at 6:07 am
અને [૦૫] વિષે ?
May 18, 2007 at 6:23 am
એ મારે કરવું છે પણ થતું નથી એટલે ….
May 22, 2007 at 6:46 am
saras chhe
May 23, 2007 at 5:18 am
I like all the ten… :-;
May 23, 2007 at 8:12 am
બાકી બધુ તો જીવનમા ઊતારવા જેવુ જ હોઇ છે…
May 23, 2007 at 11:46 am
પીંચુભઈ અને કુણાલભાઈ આમ જ મળે છે કે શું?
આપની તો દસે દસ બસ છે.
મઝા આવી ગઈ
May 29, 2007 at 10:19 am
दस बहाने करके
ले गई दिलदे गई समझ.June 8, 2007 at 5:02 pm
enjoyed reading.thanks
June 8, 2007 at 5:14 pm
4,8,9 & 10 are best..!!
June 8, 2007 at 5:24 pm
good one..
0૧] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.
In USA..It’s courtesy and respect to open the car door for wife or any woman passenger..
June 8, 2007 at 5:29 pm
Thank You all for your feedbacks.
June 8, 2007 at 5:31 pm
Yes I know Vishwadeep Ji that there is a kind of courtesy in USA that men opens a door for a women in her respect.
June 8, 2007 at 5:43 pm
ભુતકાળના હાસ્યને તમે આંસુ સાથે જોડીને કમાલ કરી છે. યુવાનીમાં આવો ભુતકાળ અનુભવો છો તો અમને તો બાળપણ કેવું યાદ આવતું હશે ?!
June 8, 2007 at 7:28 pm
અલ્યા ભાયાં ! આવી વાનગી પીરસતા રહેજો. મજો આવી ગયો.