આવ્યો મેહુલિયો…

કાલે રાત્રે લગભગ ૧૧ વાગ્યા ની આજુબાજુ ધૂમધડાકા સાથે મેઘરાજા ની સવારી મુંબઈ આવી પહોચી. આટલી બધી ગરમી પછી કઈંક હાશકારો (ક્ષણભર માટે જ) મળ્યો. મને ઘણો આનંદ થયો. વીજળીઓ જોરજોરથી ગર્જવા લગી. આપણે નાના હતા ત્યારે કે’તા ને કે “ડોશી ગબડી…” એવું વતાવરણ રચાઈ ગયું. બહાર ધોધમાર વરસાદ પડતો જોઈને હું તો બારી પાસે જ બેસી ગયો. થોડા વખત માટે. એટલો સરસ મખમલ જેવો પવન બારી ના સળિયાઓ વચ્ચે થી આવી રહ્યો હતો.
થોડી જ વારમા બાળકોનો અવાજ આવવા માંડ્યો. નોર્મલી રાત ના આટલા વાગ્યે બાળકો નીચે રમવા નથી આવતા. આ સાંભળીને મેં બારણું ઊઘાડી ને જોયું તો નાના નાના ટાબરિયાઓ પાણીમાં ભીંજાઈ ને પ્રથમ વરસાદની મઝા માણી રહ્યા હતા. મારી પણ ઈચ્છા થઈ ગઈ, પરંતુ હું જસ્ટ ઓફિસે થી ઘરે આવ્યો હતો એટલે મેં વરસાદમાં શરીર ભીંજવવાનુ માંડી વાળ્યુ. આ દ્રશ્ય જોઈ ને મારા મગજ મા ફોટો ખેંચવા નો વિચાર આવ્યો. એટલે હું મારો HP PhotoSmart R707 બહાર લઈ આવ્યો ને થોડા સરસ ફોટાઓ પાડ્યા.
મેઘરાજા લગભગ ૧ કલાક થી વધુ વરસ્યા. મઝા પડી ગઈ. એ વતાવરણ જોઈને મને તો ગરમ ગરમ વાનગીઓ ખાવાની ઈચ્છા થઈ હતી. ગરમ ગરમ સબજેલ ના ભજીયા, સુરતી નો લોચો, ‘ઠાકુરજી’(અમારો કેવાતો અડ્ડો) ની ચા…વાહ મઝા આવી જાય, પણ અફસોસ હું અત્યારે મુંબઈમાં છું, અને મારા સુરત ને ખુબ જ યાદ કરું છુ. ત્યારે જ મને નાનપણ ની એક સરસ કવિતા યાદ આવી ગઈ,
આવ રે વરસાદ,
ઘેબરીયો પરસાદ,
ઉની ઉની રોટલી ને
કારેલાં નું શાક!
કાલ ની રાત ને યાદ કરી ને થોડી કૃતિઓ મુકી રહ્યો છું.
ચેતન ફ્રેમવાલા દ્વારા રચિત “વરસાદ બોલાવે”
વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?
રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?
તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?
કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?
શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!
સીમેન્ટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…
એક કવિતા ભાઈ શ્રી બંકિમ ની પણ…
વરસાદ
ઝરમર – ઝરમર તારી ઇચ્છા જેવો
વરસ્યા કરે છે
મારા પારદર્શક મન પર
શબ્દો
ઉદાસ ઉદાસ મહોર્યાં કરે છે
તારી ગોદમાં
માથું ઢાળી હું પડ્યો રહું
આપણી રગે – રગમાં
પ્રસરતું રહે માટીનું અત્તર
બસ એટલી જ મારી ઇચ્છા
એ પર વરસાદ ઝરમર – ઝરમર ……………
નેહા ત્રિપાઠી ની ખુબ જ સરસ કવિતા “માટીની સુગંધ”…
દૂર ક્યાંક થી ફરી પાછી માટીની ભીની સુગંધ આવી ગઇ
મનમાં રહેલી એની એ સ્મૃતિઓ ને તાજી કરાવી ગઇ
સુસવાટા સાથે આવતો એ ભીનોપવન અડકી ગયો
જાણે એ આવી મારી પાસે મને સ્પશીઁ ગયો
કેટલાય દિવસથી તેની રાહમાં ધરતી તરસી હતી
વરસાદ ની એ એક બુંદ તેની પ્યાસ બુઝાવી ગઇ.
અને છેલ્લે મને જે સૌથી વધારે One Liner ગમે છે જે Charlie Chaplin દ્વારા બોલવા મા આવ્યું હતુ તે…
I Love ♥ walking in the rain because NO one knows I’M Crying !!!






gane saras bhay bo fine………are pinch mare to pacha 5 yrs na banvu chhe….no varsad navu chhe ane pachhi mummy ni gal khavi chhe yar..YES I LOVE WALKING IN RAIN COZ NO ONE KNOS M CRYING.
mast che bhai……………………..
pan varsad ma beji pan gani maja kar va ni aave che
have tu redi ne pan su kar va no
hahahaaaaaaaaaaaaaaa
joking yaaaaaaaaarrrrrrrrr
જા જા…….. – આ હર્ષુ માટે હતું…
હવે પીંચનો વારો…
બકા હવે તું ખરેખર તારી આંગળીઓને ચલાવતો થયો….. બૌ સરસ… i always wnated u to write ur thots down…
now keep doing it iteratively… atleast,
for i=0 to n
…….
step 5
સમજ પડી…
ને ચમન, તે જો ફોટા પાડેલા, તો એ જ મૂકવા જોઇએને….
ખરેખર..સાલુ અહિંયા બી હમણાં વીકમાં ૨-૩ વાર તો વરસાદ અને કરા પડે જ .. ને સાથે પવન.. ત્યારે તો મમ્મીએ બનાવેલા કાંદાના ભજીયા યાદ આવે યાર… ખબર ની ક્યારે એવા દિવસો પાછા આવહે યાર…
યાર વરસાદ તો અહિયા પણ પડ્યા કરે છે, પણ ક્રુણાલે કાન્દા ભજીયાનુ નામ લઈને મને તો મારી જ નાખ્યો……
યાર મારે ઉપવાસ છે એટલે….
બાકી મે તો કાલે પાણીમાં છબછબયા કરી લીધા….
દેશમાં આટલો જલ્દી વરસાદ પણ આવી ગયો?? ઓહ ગોડ.. બે-ત્રણ દિવસ પહેલાં જ તો મેં સાંભળ્યું કે હજી તો કેરીની સીઝન પણ બરાબર ચાલુ નથી થઇ!! ચાલો, હવે બધી કેરીઓનું સત્યાનાશ થઇ જવાનું….
પણ તમને બધાને આ ભયાનક ગરમીમાંથી થોડો છુટકારો મળ્યો એ જાણીને આનંદ…!
આ કુણાલ સાથે હું પણ સહમત છું પ્રતીક… ફોટા મસ્ત પાડ્યા હોય અને અહીં એનું અનાઉંસ પણ કરે છે તો પછી અહીં મૂકવા પણ જોઇએ જ ને?!! અમને પણ બે ઘડી તો એમ થાત કે, હાશ… દેશના વરસાદમાં ભીંજાઇ ગયા…
હા, ઉપરનો આ એક ફોટો તેં જ લીધેલો છે ને?!! એમાં વીજળીબેનને ખૂબ સરસ રીતે કેદ કર્યા છે!!! અભિનંદન…
થોડા દિવસ પહેલા લખેલી મારી જ એક ગઝલનો શેર…
“સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો,
ઊર્મિને તરસ્યા કર્યુ એ મન હતું.”
http://urmi.wordpress.com/2007/05/25/e_man_hatu/
ઓહ સોરી…
આ ફોટોગ્રાફ બીજા કોઇનો છે એ લખાણ પર મારી નજર કોમેંટ લખાય ગયા પછી જ પડી…. હવે તારા ફોટાઓ પણ મૂકજે.
Hey you became first to write about mumbai rain my comp was in repair.
Anyway I also love rain and walk in rain and play.
I won’t say
Rain rain go away
come again another day
i will say
rain rain come again and again
we love to play every day
Sorry, my Gujarati SW not working.
How can one take pic of lightning? It might be a slow action camera.
Reading so many poems on ‘Mehuliyo’ I was reminded of ‘Album – Megh Malhar’ where Ashit & Hema Desai have sung many songs on the subject, with Surn Thaker’s (Mehul) commentary.
Two audio casettes and real jewels.
ચાર્લી ચેપ્લીન ની હ્રદયસ્પર્શી વાત ભીજવી ગઇ.
આભાર પ્રતીકભાઇ,ખૂબ સરસ..
નીલમ દોશી.
પરમ સમીપે.
વાહ ભાઈ વાહ ,તમે મુબઈગરા તો અત્યાર થી વરસાદ ની મજા લેવા લાગ્યા..
મને પન કહેવાનુ મન થાય છે કે
“આવ રે વરસાદ ,ઢેબરીયો પરસાદ
ઉની ઉની રોટ્લી ને કારેલાનુ શાક……”
ચોમાસાનો મુંબઈનો વરસાદ…દર વરસે પ્રથમ વરસાદે.. અમે બધાં જ ભીંજાવા બહાર નીકળી પડતાં અને કોલેજમાં હોઈએ તો બહાર જઈ ચહા પીતાં પીતાં પણ ભીંજાવાનું તો ખરૂં જ..
ચોમાસાંનું કુદરતી સૌંદર્ય માણવાં ખંડાલા-લોનાવલાં અમે ઘણી વખત જતાં. મારી પ્રાર્થના રહેતી કે ખુબ વરસાદ પડે, નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરે. અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ખંડાલા જવાં માટે મારી માનીતી ‘ડેક્કન ક્વીન’ ટ્રેન માં હું બેસતો તે પણ બારી પાસે જ.સહ્યાદ્રીનાં પર્વતોને વિંધી ને આગળ વધતી ટ્રેનની બારી માંથી મદમસ્ત વાદળો મને મળવાં આતુર જણાતાં. બારી માંથી હાથ કાઢી એ ભીનાં વાદળોને સ્પર્શવાનો આનંદ કઈંક અનેરો જ હતો. ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની વેબ સાઈટ પર થી એ સુંદરતા નો થોડો અનુભવ કરો:મંકી હીલ અને ખંડાલા
જયશ્રી એ એનાં ટહુકામાં મુકેલુ મુકેષ જોશી નું ‘વરસાદ’ ગીત યાદ આવી ગયું. એમાં મે કઈંક આવા પ્રતિભાવો આપ્યાં હતાં.
મુકેશ જોષી નું આ ગીત કુદરતી સૌંદર્ય ના સ્વરુપે મન ની લાગણીઓ ને વાચા આપતું લાગે છે.’લીલાછમ પાંદડા’ અને એ પણ પાછા ‘મલકતાં’, ‘ધરતી’, ‘વરસાદ’, ‘ડુંગરાઓ’,’દરીઓ’, ‘નદી’ અને ‘આભ’ – એ બધાં ને મેં મારી આંખો માં સમાવી દીધાં ત્યારે ખંડાલા-લોનાવલા માં ગાળેલાં ચોમાસા ના ત્રણ દિવસો યાદ આવી ગયાં. ફરક એટલો જ કે ત્યાં અસંખ્ય નાનાં ઝરણાંઓ અને તેજગતી એ ઉછળતાં ધોધ – નદીઓ ને મળવાં બેચેન જણાયાં.
નિહાળો: ખંડાલા માં વરસાદ અને વાદળોનો અભિસાર
http://bansinaad.wordpress.com/2007/01/07/
હર્ષલ દેસાઈ, અમિત મિસ્ત્રી, કુણાલ પારેખ, શૈલેષ બરવાળીયા, ઊર્મિસાગર , નીલાકાકી, સુરેશકાકા, નીલમ દોશી, નિશર્ગ મહેતા, જયભાઈ, તમારા બધા નો ખુબખુબ આભાર તમારા સમય અને પ્રતિભાવો વિષે. આજ રીતે તમે મને પ્રોત્સાહન આપતા રહો હું એવી આશા રાખુ છું.
વીજળીનાં ફોટા લેવા હોય તો મસ્ત કેમેરો જોઇએ. હા, પોલો પોલો પોલો મારા કેમેરા માંથી નીકળેલ છે.
મુંબઇ જવા દો, પછી ફોટા આવશે – બીજા.
આજકાલ નજીકની વસ્તુઓનાં ફોટાઓની વાટ લગાડુ છું..
આપણી રગે – રગમાં
પ્રસરતું રહે માટીનું અત્તર
બસ એટલી જ મારી ઇચ્છા
એ પર વરસાદ ઝરમર – ઝરમર…
beautiful.
keep giving more’n’ more of these.
આ વર્ષે પહેલા વરસાદ માં મન મૂકીને નાહ્યા.એ પણ સોળ વર્ષના બનીને,મારા સ્કૂલના ૨૦ મિત્રો એ ૨૫ વર્ષ પછી ભેગા થઈ શાળાના મેદાન માં જ વર્ષાગમન ઊજવ્યું.ને નાના ભુલ્કા બની એક-મેક હાથ પકડી જૂની યાદો તાજી કરી.ભલે વરસાદ માંડ ૩૦-૪૦- મિનીટ ચાલ્યો પણ આ વરસાદ ની યાદ વર્ષો સુધી અમારા મનને તરબતર રાખશે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
varsad ne anhi b moklo ne..??? khub j garmi che…!!!..bombay to sudan… pahochata ketla hrs. thashe..???…
ચેતનાબેન,
સુદાન, હમમમમ, થોડી તો વાર લાગસે, કારણ કે પ્લેન ને પણ ઈન્ડિયા થી આફ્રિકા પહોંચતા કમસેકમ ૧૫-૨૦ કલાક લાગે છે. એ પણ પ્લેન ની આટલી બધી સ્પીડ હોવા છતાં. પણ વરસાદી વાદળાઓ ને જરા વધારે વાર લાગસે, લગભગ એની સ્પીડ ‘કાચબા’ લેવી જ છે.
ચેતનભાઈ તમારી વાતો વાંચી ને તો મને પણ માર જુના સ્કુલ ના દિવસો યાદ આવી ગયા, જેમા અમે જોરદાર વરસાદ મા પણ ફુટબોલ ને ક્રિકેટ રમતા હતા અને ઘરવાળા ની ગાળો ખાતા હતા.
થેનક્યુ કર્તિકભાઈ અને માનસી તમારા પ્રતિભાવ માટે.
good one… get wet in the rain ! it’s pleasant and most enjoyable moment..
સુંદર પોસ્ટ… અભિનંદન, મિત્ર !
Waah Pincha waah!
Aa to saras site haath laagi gay! Saala kutra, mane to kidhu pan nai ke taaro potiko blog pan chhe
Keep up the great work bro!
[...] પ્રતિક નાયકે તો મુંબઈમાં મેહુલીયાને કેમેરામાં કેદ કરી લીધો (પણ [...]
વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે… « સહિયારું સર્જન - પદ્ય said this on June 21, 2007 at 11:14 am |
વરસાદ મુબારક
એકધારો એકધારો આજનો વરસાદ છે.
સાથ ખાબકતી તમારી એકધારી યાદ છે.
માફ કરજો આજ સૂરજની નથી સાક્ષી મળી
એ બિચારો આજ તો આકાશમાંથી બાદ છે.
-યશવંત ઠક્કર
વાહ ભાઈ વાહ. ખૂબ સરસ. સુરતીલાલા સુરતની બહાર જાય એટલે સુરતને મીસ કરવાના જ. કારણકે ખાવાની મજા તો સુરતમાં જ આવે.
સાચી વાત.