આ કવિતા લખવામા મારા મિત્ર કુણાલ નો સૌથી મોટો હાથ છે. એણે જ મને કવિતા લખવાની પ્રેરણા આપી. ખરેખર તો આ કવિતા પ્રથમ બે પંક્તિઓ કુણાલ ની જ છે. પછી એના પરથી મે આગળ વધારી છે. આ કવિતા તો મે મારા સાદા અને સરળ શબ્દો મા લખી હતી પરંતુ એને અલંકૃત મારા મિત્ર કુણાલે જ કરી છે.

કહે છે કે એ પૂછે છે હજુ પણ,
હું જીવું છું એના વિના હજુ પણ ?
હું એની રાહ જોઉં છું હજુ પણ,
શ્વાસ કાં અટક્યા નથી હજુ પણ ?
દિલ શાને આવું ઝંખે હજુ પણ ?
પ્રેમ થાય એને, સમય છે હજુ પણ
કહ્યું’તું, “તને ન ભૂલ્યો હજુ પણ”
યાદ છે તને એ ક્ષણ હજુ પણ ?
શોધું હું કાં તારી છબી હજુ પણ ?
નથી હૈયામાં સમાણી તું હજુ પણ?
દરેક એની અદા યાદ હજુ પણ,
આંસુ જતી વેળાના યાદ હજુ પણ.
સ્મિત નશીલું જે રેડ્યું’તું પ્રથમ,
એ યાદ કરીને હૈયું રડે હજુ પણ.
- પ્રતીક નાયક





અરે.. મારા માટે વધુ અગત્યતા તો એની છે કે તે લખ્યું….
મેં પેલ્લા કીધુ તેમ તુ લખે એ વધારે અગત્યનું છે… પછી એને કપડાં તો ગમે તેવાં પહેરાવી શકાય… કોઇ સારો દરજી હોય તો કોઇ એટલો સારો ન પણ હોય .. પણ તેથી એ કપડાં માંહે નો જણ એનાથી બદલાતો નથી…તેમ કવિતામાં રહેલો ભાવ પણ એટલો જ મહત્વનો છે… અને એને પ્રદર્શિત કરી શકાય એ માટે છંદ જરૂરી છે.. પણ હવે તુ અટકતો નઈ .. લખતો રેજે ને મઠારતો રેજે.. 
Don’t cry, man ! Be haapy !
સરસ રચના
Pratik-Kunal….keep it up.
કવિતાનો આત્મા છંદ નથી- પણ છંદ ઘણે ભાગે કવિતાને ઉપકારક છે.
It is something like (in our familiar terms): necessary and sufficient conditions!
મીટરનાં ક્રોસવર્ડ ભરતાં ભરતાં કવિતા સુધી પહોંચી શકાશે.
છંદ ઉપર જેની સરસ હથોટી હોય એ સુંદર અછાંદસ લખી શકશે.
ખુબ જ સાચી વાત કરી પંચમભાઈ, હવે થી આનું ધ્યાન રાખવાની કોશીશ કરીશ….
Yes… Panchambhai is right!
I had also started writing just like you about a year ago… and now, I have really come a looooooong way… with help/critisisms of few kavi-friends like Panchambhai…!! The ‘meter’ made more sense to me after he had told me to compare it with cross-word puzzle while putting a poem in meter… and still learning!!
So… Keep it up!!
સહિયારૂ સર્જન હમેશા સરસ જ હોય ને?મિત્રોનો સાથ હોય…. એ તો સોનામાં સુગંધ ભળે જ ને?
bhai pratik…
Tari pratham kruti vachi ne gano aanand thayo.
Bau saras lakhi che. Bus aavi j rite mahenat karaje.
ખુબ જ સરસ્.હ્ર્દય ની સંવેદનાઓ ને વાચા આપવી જ જોઇએ..!!…keep it up..
હું એની રાહ જોઉં છું હજુ પણ,
શ્વાસ કાં અટક્યા નથી હજુ પણ?
આમાં મને બે અર્થો અભીપ્રેત છે: શ્વાસના અટકવાની રાહ જોવી તે !! આ વાત પોતાના શ્વાસ અને પોતાના વ્યક્તીત્વ સાથે સંબંધીત અને માર્યાદીત રહી જાય છે જ્યારે બીજા અર્થમાં ”એની” રાહ જોતાં જોતાં હજી શ્વાસ ચાલે છે એ કેમ ચલાવી લેવાય ! ‘એ’ ન આવે એટલે શ્વાસ પણ અટકી પડે એટલી તીવ્ર ઝંખના મીરાંની ઝંખનાની નજીક લઈ જાય છે !
સરસ. અભીનંદન સર્જકને અને સહાયક/પ્રેરક બંનેને !! (પ્રેરકને-કુણાલભાઈને-બીજા પણ અભીનંદન આપવાના થાય છે; એમના લખાણની શુદ્ધતા ધ્યાન ખેંચે છે !)
આભાર જુગલકાકા.. બસ આ રીતે માર્ગદર્શન મળતું રહે એ જ આશા છે..
bhay pratik khub j saras rachna chhe….ane hu to ane mari life sathe sankli sku chhu….
vanchta vanchta heyu bharay gayu……yar
saras che !!
સુંદર રચના….
શરુઆત કરનાર અને આગળ વધારનાર-બંને પ્રશંસાને પાત્ર છે.
સુંદર રચના પ્રતીકભાઇ….
બહુ જ સુંદર અને ભાવયુકત રચના..આનંદ, પ્રેમ કે કોઈ પણ લાગણીસભર સંવેદનાને એક કવિનો આત્મા જ વાચા આપી શકે..
આ સંવેદના અહીં બહુ જ સરસ રીતે રજુ કરાઈ છે. જય
Learn The chhand you will write nice poems.Just open our grammer books of 10,11,and12 we already learned.Let us practice.
wafa
Yes Pratik,keep it on..Good Effort…
તમારા બે મિત્રોનો વાર્તાલાપ વાંચવાની મઝા આવે છે. અગત્યનું એ છે કે તમે બન્ને એકબીજાના પૂરક છો.
સુંદર રચના કરી છે
આગળ વધો
thnk you neela aunty..
નીલાકાકી તમારો આભાર.
ખૂબ સરસ…….
ખરેખર આપણા આ groupનું નામ જ
સહિયારું સર્જન આપવું જોઇએ !
વિવેચક પણ પોતાના સમજી માર્ગદર્શન આપે છે,
અને સર્જક પણ અહમ ભાવ રાખ્યા વગર શીખવાની
કોશિશ કરે છે.
ધન્યવાદ પિંકીબેન…