હવે મારી પાસે કોઈ નથી આવતું-જોની વૉકર
અમારો સમય અલગ હતો. અમે જે પણ જોયું, તે ન તો પહેલેનાં લોકોએ જોયું ન આવનારી પેઢી જોઈ શકશે. હવે તો કલાકારોનો જેટલો ઝડપથી ઉદય થાય છે તેટલો જ ઝડપથી અસ્ત પણ થઈ જાય છે. કોમેડી ફિલ્મોમાં એક પ્રકારે આરામ છે. ફિલ્મની સાથે અગાઉ કોઈ કથા જોડવામાં આવતી, જેના વગર ફિલ્મ અધૂરી લાગતી હતી. જૂની ફિલ્મોમાં વિદૂષક હોવું એક શૈલી ગણાતી. ધીરે ધીરે તે ફિલ્મની વાર્તાનો એક અંગ બની ગઈ. મધુમતી, પ્યાસા, મેરે મેહબૂબ અને ચૌદવી કા ચાંદ જેવી ફિલ્મોમાંથી કોમેડીને ચરિત્રની મુખ્યધારામાંથી કાપીને આપ અલગ કરી શકતા નથી.
ફિલ્મ જગતમાં જૉનીભાઈના વિચારોથી સૌથી વધુ પ્રભાવિત હાસ્ય અભિનેતા દીક્ષિત થયાં હતાં. તેમનું કહેવું હતું કે, આજે પણ તેમની નકલો કરવામાં આવી રહી છે. કોમેડિયનની આડી અવળી હરકતોને હાસ્ય કહી શકાતું નથી. આ હાસ્યમાં વ્યંગ હોતો નથી.
કોમેડી કરનારો જીવ પોતાના અભિનયથી આંખોમાં આંસુ પણ ભરી શકે છે. ‘પતિતા’માં મને એક અનાથ યુવકની ભૂમિકાની તક મળી. આખું યૂનિટ વિરુદ્ધ હતું. તેમને લાગતું હતું જે આ મશ્કરો શું કરી જાણશે? પરંતુ જ્યારે ફિલ્મ પ્રદર્શિત થઈ હતી ત્યારે મારી પાસે બેસેલી પત્ની, પુત્રી અને પુત્ર પણ દર્શકોની સાથે સાથ રડવા લાગ્યાં. Continue reading ‘જોની વૉકર - A Legend’





|| તમારા પ્રતિભાવો ||