૨-૩ દિવસ પહેલા મારા એક મિત્ર, અમિત મિસ્ત્રી (ઉર્ફે ચણિયો) નો ઈ-મેઈલ આવ્યો,વાંચી ને ઘણો આનંદ થયો અને લાગ્યુ કે આને ગ્લોગ પર મુકવુ જોઈએ.

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

- રઇશ મણીયાર

“યાદ”

March 27, 2007

Eye

હું તમને કદી યાદ નથી કરતો પરંતુ…
સાચુ કહું હું તમને કદી ભુલાવી નથી સક્યો…

- પ્રતીક નાયક.

(મૂળ કૃતિ)

ઈન્તેજાર

March 27, 2007

 Cry Drop.

જિંદગી મારી આજ બની વિરાન છે…જિંદગી
દીલ મા ઉઠ્યુ આતે કેવુ તોફાન છે…
ઉજ્જડ રણ મા કાતાણા થોર ની માફક ઉભેલી હુ…
ખબર નથી ક્યા સુધી ટકીશ…
વરશે જો એક ઝડી સાવન ની…
તો પુન: પુલકીત થઈ જાઉ હું…
પણ અંતર નુ આ સામાનુ પણ…
નર્યો મ્રિગલ સમાન છે…

જિંદગી મારી આજ બની વિરાન છે…
હવે તો ખલી એક મોત નોજ ઈન્તેજાર છે.

- ‘અજ્ઞાત’

ને મીલવવી હતી આખથી આખડી
મારે, એ હજુયે યાદ છે મને

ને બાંધી તે મારા હાથે
રાખડી, એ હજુયે યાદ છે મને

 - ‘અજ્ઞાત’

 

આ તે કંઈ જિંદગી છે ?

દોડમદોડ ને ભાગમભાગ ઘડિયાળ ના કાંટા ને પગની ચાલ આ તે કંઈ જિંદગી છે ?

ન આવે આડ ટાઢ કે તાપ ન દિવસ કે ન રાત આડ આવે રૂપિયા ની માયાજાળ સવાર બપોર અને સાંજ આ તે કંઈ જિંદગી છે ?

નથી પડી ખાવાની કે પીવાની ન સુવાની કે ન ઊઠવાની આ જિંદગી ની ઘટમાળમાં રહે કામકાજ ની હારમાળ આ તે કંઈ જિંદગી છે ?

નથી સગુ કોઈ નથી વહાલું ન કુટુંબ કે ન પરિવાર આજ-કાલના સંસારમાં બસ ડોલર જ છે જીવન વ્યવહાર આ તે કંઈ જિંદગી છે ?

-અજ્ઞાત