Archive for the 'ગઝલ' Category



27
Mar

“યાદ”

Eye

હું તમને કદી યાદ નથી કરતો પરંતુ…
સાચુ કહું હું તમને કદી ભુલાવી નથી સક્યો…

- પ્રતીક નાયક.

(મૂળ કૃતિ)

27
Mar

‘હું’ અને ‘તું’

Two Heart

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું નથી બન્ને છીએ કંઇ વ્હેમમાં?
                    

                                                                                                           - શેખ આદમ આબુવાલા

29
Sep

ઘૃણા

તુ ચાલી ગઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?

થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી છીએ એક ગ્રહણ,

લાગી જાય તો પછી ટળતા નથી.

ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,

નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા,

અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.

સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

- અજ્ઞાત

29
Sep

ગઝલ - ઘૃણા

તુ ચાલી ગઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ? થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.

ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે, નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે. સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

-‘વિશાલ મોણપરાની’

29
Sep

તારી યાદમાં

મીઠું-મધુરુ મલકાયો તારી યાદમાં
આંસુઓથી છલકાયો તારી યાદમાં
નહોતુ જવુ ફરી તારી દુનિયામાં
અજાણી શક્તિથી સરકાયો તારી યાદમાં
ત્રસ્ત થયો હતો સંસારના તાપથી
ભર ગ્રીષ્મમાં ભીંજાયો તારી યાદમાં
યાદ આવે પણ તુ ન આવે એટલે
ભર વસંતમાં સુકાયો તારી યાદમાં
કોની હિંમત હતી મને અડકી પણ શકે
મરણતોલ ઘવાયો તારી યાદમાં
દિવાનાઓના પ્રદેશનો થયો શહેનશાહ
બન્યો સૌથી સવાયો તારી યાદમાં

- ‘અજ્ઞાત’




|| નોંધ ||

This Gujarati Blog is "Best" viewable in Internet Explorer 6+.

Visit blogadda.com to discover Indian blogs

|| મદદ ||

|| મારા બ્લોગની કિંમત ||

|| Force India F1 Team ||

Force India F1

|| IndiBlogger ||

|| પગલા ની છાપ ||

  • 4,118 મુલાકાતીઓ મારા વિચારો ને સ્પર્શ કર્યા.

|| નોંધણીપત્રક ||

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031