આ તે કંઈ જિંદગી છે ? દોડમદોડ ને ભાગમભાગ ઘડિયાળ ના કાંટા ને પગની ચાલ આ તે કંઈ જિંદગી છે ? ન આવે આડ ટાઢ કે તાપ ન દિવસ કે ન રાત આડ આવે રૂપિયા ની માયાજાળ સવાર બપોર અને સાંજ આ તે કંઈ જિંદગી છે ? નથી પડી ખાવાની કે પીવાની ન સુવાની કે ન ઊઠવાની આ જિંદગી ની ઘટમાળમાં રહે કામકાજ ની હારમાળ આ તે કંઈ જિંદગી છે ? નથી સગુ કોઈ નથી વહાલું ન કુટુંબ કે ન પરિવાર આજ-કાલના સંસારમાં બસ ડોલર જ છે જીવન વ્યવહાર આ તે કંઈ જિંદગી છે ?

Advertisements