૨-૩ દિવસ પહેલા મારા એક મિત્ર, અમિત મિસ્ત્રી (ઉર્ફે ચણિયો) નો ઈ-મેઈલ આવ્યો,વાંચી ને ઘણો આનંદ થયો અને લાગ્યુ કે આને ગ્લોગ પર મુકવુ જોઈએ.

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

– રઇશ મણીયાર

Advertisements