Lion

ગીરમાં સિંહ અને સિંહબાળના રહસ્યમય મોત

જુનાગઢ, રવિવાર, 1 એપ્રિલ 2007

ગુજરાતના ગીર અભયારણ્યમાં એક મૃત સિંહ અને સિંહનું બચ્ચું મળી આવ્યા છે. અભયારણ્યમાં શનિવારે રાવલ નદીના કિનારેથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એક સિંહબાળનો મૃતદેહ માનવ વસ્તી પાસેથી મળી આવ્યો હતો. ગીર અભ્યારણ્યના પ્રભારી અને વરીષ્ઠ વન અધિકારી ભરત પાઠકે આ વિષે કહ્યું કે પહેલી નજરે સિંહ અને સિંહબાળનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું લાગે છે.

મૃત્યુ પામેલા સિંહના શરીર પર ઈજાના અનેક નીશાન છે. તેથી સિંહનું મૃત્યુ કોઈ અન્ય પ્રાણી સાથેની લડાઈમાં થયું હોય એવી શંકા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે સિંહનું બચ્ચું ભુખને લીધે મૃત્યુ પામ્યું હોય એવી શંકા પણ દર્શાવી હતી. અધિકારીએ તપાસ માટે ફોરેન્સીક ટીમને બોલાવાઈ હોવાનું ઉમેર્યુ હતું.