હવે મારી પાસે કોઈ નથી આવતું-જોની વૉકર

અમારો સમય અલગ હતો. અમે જે પણ જોયું, તે ન તો પહેલેનાં લોકોએ જોયું ન આવનારી પેઢી જોઈ શકશે. હવે તો કલાકારોનો જેટલો ઝડપથી ઉદય થાય છે તેટલો જ ઝડપથી અસ્ત પણ થઈ જાય છે. કોમેડી ફિલ્મોમાં એક પ્રકારે આરામ છે. ફિલ્મની સાથે અગાઉ કોઈ કથા જોડવામાં આવતી, જેના વગર ફિલ્મ અધૂરી લાગતી હતી. જૂની ફિલ્મોમાં વિદૂષક હોવું એક શૈલી ગણાતી. ધીરે ધીરે તે ફિલ્મની વાર્તાનો એક અંગ બની ગઈ. મધુમતી, પ્યાસા, મેરે મેહબૂબ અને ચૌદવી કા ચાંદ જેવી ફિલ્મોમાંથી કોમેડીને ચરિત્રની મુખ્યધારામાંથી કાપીને આપ અલગ કરી શકતા નથી.

ફિલ્મ જગતમાં જૉનીભાઈના વિચારોથી સૌથી વધુ પ્રભાવિત હાસ્ય અભિનેતા દીક્ષિત થયાં હતાં. તેમનું કહેવું હતું કે, આજે પણ તેમની નકલો કરવામાં આવી રહી છે. કોમેડિયનની આડી અવળી હરકતોને હાસ્ય કહી શકાતું નથી. આ હાસ્યમાં વ્યંગ હોતો નથી.

કોમેડી કરનારો જીવ પોતાના અભિનયથી આંખોમાં આંસુ પણ ભરી શકે છે. ‘પતિતા’માં મને એક અનાથ યુવકની ભૂમિકાની તક મળી. આખું યૂનિટ વિરુદ્ધ હતું. તેમને લાગતું હતું જે આ મશ્કરો શું કરી જાણશે? પરંતુ જ્યારે ફિલ્મ પ્રદર્શિત થઈ હતી ત્યારે મારી પાસે બેસેલી પત્ની, પુત્રી અને પુત્ર પણ દર્શકોની સાથે સાથ રડવા લાગ્યાં.

ક્યાં જઈ રહી છે આજની કૉમેડી?

દુર્ભાગ્યપણે આપણે ત્યાં સશ્ક્ત હાસ્ય કથાઓ લખાનારા લેખકો નથી. સંવાદ-પટકથા લખનારાને કૉમેડીની સાચી સમજ નથી. હાસ્ય વ્યંગ લખનારા લેખકોથી જ આવા ચરિત્ર લખાવવા જોઈએ. તે પાત્રના કેરેક્ટરને મૌલિકતા આપવાના પ્રયત્ન થવા જોઈએ. જેવી રીતે ફિલ્મ પ્યાસામાં લેખક-દિગ્દર્શક-ગીતકારે મળીને હાસ્ય ભૂમિકા લખી.

જ્યારે મારી કંડક્ટરી પણ કામ આવી

‘આંધિયાં’ માં તેમની મુખ્ય ભૂમિકા હતી છતાં પણ બધાને નામ આપવાની પ્રથા ન હતી. પહેલાં પ્રીમિયર ખૂબ જ ધૂમધામથી થતાં હતાં. પ્રીમિયરમાં જવા માટે નવા કપડાં પણ બનાવાતા, પરંતુ સાંજ થતાં થતાં માત્ર ચારાઆના વધતાં હતાં અને આવવા-જવા માટે આઠઆના જોઈએ. તેમનો મોટો પરિવાર- દસ ભાઈ-બહેન અને માતા-પિતા, પૈસા એટલા મળતા ન હતાં, ત્યારે માહિમમાં રહેતાં હતાં. ઘણાં ડ્રાઈવરને ઓળખતા હતાં. ઘરેથી થોડાં જલ્દી નીકળી અને જઈને બસ સ્ટોપ ઉભા રહી ગયાં.

સારાનસીબે ઓળખાણવાળો ડ્રાઈવર મળી ગયો, તે બોલ્યો, “ક્યાં જવું છે? “લીબર્ટી’ … ‘આગળ આવી ઉભો રહી જા, કોઈક વખત ચેકિંગ થાય છે. જૉની વૉકર મફતમાં પ્રીમિયામાં પહોંચી ગયાં. ચારઆના ખર્ચવાથી બચી ગયાં.

જૉની વૉકર બની ગયાં

‘ટેક્સી ડ્રાઈવર’થી હું મસ્તરામ હતો, નામ બદલવાનું હતું. મને દારૂડિયાનો રોલ મળતો હતો. એટલા માટે જૉની વૉકર બની ગયો. ‘આરપાર’ થી હું જૉની વૉકર બની ગયો છું. આ ફિલ્મની સફળતાથી ખુશ થઈ ગુરુદત્તે મને કાર ભેંટ આપી હતી. હવે પૈસા પણ સારા મળતાં હતાં. મને આ નામ અને ફિલ્મ ખૂબ જ ફળી. નૂર મને મારી પત્ની પણ આજ ફિલ્મથી મળી, જે ઘર-પરિવારને સંભાળે છે. હવે મારી પાસે કોઈ નથી આવતું. આજ-કાલ નાનું મોટું કામ કરી લું છું. અત્યારે મેં ‘ચાચી 420’માં અભિનય કર્યો હતો. મેકઅપમેનનો રોલ સારો હતો, તો કરી લીધો. ક્મલ હસને ચાચી બનવું હતું. બનાવી દીધી. દર્શકોને પસંદ કરી.

-પ્રસ્તુતિ : બદ્રીપ્રસાદ જોશી

Advertisements