આ કવિતા લખવામા મારા મિત્ર કુણાલ નો સૌથી મોટો હાથ છે. એણે જ મને કવિતા લખવાની પ્રેરણા આપી. ખરેખર તો આ કવિતા પ્રથમ બે પંક્તિઓ કુણાલ ની જ છે. પછી એના પરથી મે આગળ વધારી છે. આ કવિતા તો મે મારા સાદા અને સરળ શબ્દો મા લખી હતી પરંતુ એને અલંકૃત મારા મિત્ર કુણાલે જ કરી છે.

કહે છે કે એ પૂછે છે હજુ પણ,
હું જીવું છું એના વિના હજુ પણ ?

હું એની રાહ જોઉં છું હજુ પણ,
શ્વાસ કાં અટક્યા નથી હજુ પણ ?

દિલ શાને આવું ઝંખે હજુ પણ ?
પ્રેમ થાય એને, સમય છે હજુ પણ

કહ્યું’તું, “તને ન ભૂલ્યો હજુ પણ”
યાદ છે તને એ ક્ષણ હજુ પણ ?

શોધું હું કાં તારી છબી હજુ પણ ?
નથી હૈયામાં સમાણી તું હજુ પણ?

દરેક એની અદા યાદ હજુ પણ,
આંસુ જતી વેળાના યાદ હજુ પણ.

સ્મિત નશીલું જે રેડ્યું’તું પ્રથમ,
એ યાદ કરીને હૈયું રડે હજુ પણ.

પ્રતીક નાયક

Advertisements